Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આણંદ એસઓજીએ સાંજના સુમારે ખંભાત તાલુકાના વાડોલા નજીકથી 1.16 લાખના ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી

આણંદ: એસઓજી પોલીસે ગઈકાલે સાંજના સુમારે ખંભાત તાલુકાના વાડોલા ગામે આવેલા મામા કમાલ વિસ્તાર ગોમટાવડ સીમ વિસ્તારમાં રહેતા મંગળભાઈ ઘુળાભાઈ પરમારને ગાંજાના ૧૩ છોડ કે જેવું વજન ૨૩.૩૭૫ કિલોગ્રામ જેટલું થવા જાય છે તેની સાથે ઝડપી પાડ્યો હતો.

આ કેસની વધુ તપાસ ખંભાત રૂરલ પોલીસને સોંપવામાં આવતાં પોલીસે ૧,૧૬,૮૭૫ના ગાંજા સાથે પકડાયેલા મંગળભાઈને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરતા કોર્ટે રીમાન્ડ નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. પીઆઈ એન. કે. ચૌહાણના જણાવ્યા અનુસાર મંગળભાઈ પરમાર ક્યાંકથી ગાંજાના બી લઈ આવ્યો હતો અને પ્રથમ વરસાદ થયો ત્યારે તેણે બી વાવ્યા હતા અને છેલ્લા વરસાદ સુધીમાં તો ૧૩ જેટલા ઘાટાલીલા કલરના ગાંજાના છોડ તૈયાર થઈ જવા પામ્યા હતા. કેટલાક છોડને તો ફુલ પણ આવી જવા પામ્યા હતા. દરમિયાન એસઓજી પોલીસને માહિતી મળી જતાં જ તેમણે છાપો મારીને મંગળભાઈને ઝડપી પાડ્યા હતા.

(5:54 pm IST)