Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પેટલાદ તાલુકાના બાંધણી ગામે તસ્કરોએ મધ્યરાત્રીના સુમારે 1.14 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી: ઘરફોડનો ગુનો દાખલ

પેટલાદ:તાલુકાના બાંધણી ગામે આવેલા સરકારી દવાખાના પાસે રહેતી એક વૃદ્ઘાના ઘરમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરો ૧.૧૪ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે મહેળાવ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી ઈન્દિરાબેન વિઠ્ઠલભાઈ પટેલ (ઉ. વ. ૭૫)પોતાના મંદબુધ્ધિના પુત્ર સાથે બાંધણી ગામે આવેલા સરકારી દવાખાના પાસે રહે છે. ગઈકાલે રાત્રીના દશેક વાગ્યાના સુમારે જમીને બેડરૂમમાં સુઈ ગયા હતા ત્યારે અઢી વાગ્યાના સુમારે ઘરમાં અવાજ થતાં ઈન્દિરાબેન જાગી ગયા હતા જોયું તો ઘરમાં બે માણસો ફરી રહ્યા હતા. જેથી કોણ છો ? તેમ પુછતાં બન્ને શખ્સો કાંઈપણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયા હતા. ઘરમા તપાસ કરતા તીજોરી ખુલ્લી જોવા મળી હતી. જેથી પુત્રને જગાડીને તપાસ કરતાં તિજોરીમાંથી સોનાની બે શેરની કંઠી, શ્રીનાથજી પેન્ડલવાળી સોનાની ચેઈન, સોનાના બે પાટલા, સોનાની ચાર બંગડી, સોનાની નંગવાળી બે વીંટી, સોનાની ત્રણ જોડ બુટ્ટી, રોકડા બે હજાર અને એક મોબાઈલ ફોન ચોરાવા પામ્યો હતો.

(5:55 pm IST)