Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઉમરેઠમાં ફિલ્મી ઢબે કારમાં યુવકનું અપહરણ કરી 50 લાખની માંગણી કરી: પોલીસે મુખ્ય સૂત્રધાર સહીત અન્ય ત્રણ શખ્સોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા

ઉમરેઠ: શહેરના સોની યુવકનું કારમાં અપહરણ કરીને માર મારવાની ઘટનામાં તપાસ કરતી પોલીસે થામણાના એક શખ્સને ઝડપી પાડીને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી અલ્ટો કાર જપ્ત કરીને પૂછપરછ કરતાં સોની યુવકનું અપહરણ કરીને ૫૦ લાખની ખંડણી વસૂલ કરવાની હોવાનો ઘટસ્ફોટ થતાં જ ચોંકી ઉઠેલી પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ફરાર અન્ય ત્રણને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠમાં સ્વામિનારાયણ જ્વેલર્સના નામે સોના-ચાંદીના દાગીના લે-વેચ કરનાર હેતલકુમાર ઉર્ફે ગોપી હરિકૃષ્ણ પટેલનું આંખે રૂમાલ તેમજ હાથેપગે કપડું બાંધી દઈને દામોદરીયા વડ પાસેથી અલ્ટો કારમાં અપહરણ કરીને રોકડા ૨૦ હજાર તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર મારીને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.

(5:52 pm IST)