Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સુરતના ગભેણીમાં પતરાના શેડમાંથી શ્રમજીવી યુવાનની લાશ ભેદી સંજોગોમાં મળી આવી: સચિન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

સુરત: શહેરના ગભેણી ગામ બ્લોક નંબર 44 માં પતરાના શેડમાંથી શ્રમજીવી યુવાનની લાકડાના ફટકા વડે માથામાં ઇજા પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવતા સચીન જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સચીન જીઆઇડીસીના નિલમ રો હાઉસમાં રહેતા ઇરશાદ જમાલુદ્દીન શેખ આજે સવારના અરસામાં ગભેણી ગામ બ્લોક નંબર 44 પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમની નજર રોડ સાઇડની ખુલ્લી જગ્યામાં પતરાના શેડમાં લોહીલુહાણ હાલતમાં પડેલા એક યુવાન પર પડી હતી. જેની જાણ પોલીસને કરતા સચીન જીઆઇડીસી પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક યુવાન મોહમંદ મુમતાઝ મોહમંદ નિઝામ મિયા (ઉ.વ. 37) હોવાનું અને તેની હત્યા રખડતા-ભટકતા મંગલ કુંદન પટેલ નામના યુવાને લાકડાના ફટકા વડે માથા, હાથ અને છાતીના ભાગે મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સચીન જીઆઇડીસી પોલીસે મંગલ વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મોહમંદ મુમતાઝ કડિયા કામની મજુરી કરતો હતો અને તે પતરાના ખુલ્લા શેડમાં રહેતો હતો. પોલીસને આશંકા છે કે મોહમંદ મુમતાઝ અને મંગલ વચ્ચે કોઇક બાબતે ઝઘડો થતા ઉશકેરાટમાં આવી લાકડાના ફટકા વડે હુમલો કરી મોતને ઘાત ઉતાર્યો હતો.

(5:49 pm IST)