Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વડોદરાના પાદરા તાલુકાના કરોડપતિ ખાનદાનનો યુવક રહસ્યમય રીતે ગુમ થઇ ગયા બાદ સિમલાની હોટલમાં વાસણ ધોવાનું કામ કરતા મળી આવ્યો

વડોદરા :વડોદરાના પાદરા તાલુકાનો 19 વર્ષીય કરોડપતિ ખાનદાનનો યુવક થોડા સમય પહેલા રહસ્યમ સંજોગોમાં ગુમ થયો હતો. ત્યારે આ યુવક સિમલાની એક હોટલમાં વાસણ ધોતો મળી આવ્યો હતો. પાદરા પોલીસ મથકે ફરજ બજાવતા સંજયસિંહ ગોહિલે યુવકને સિમલામાંથી શોધી કાઢ્યો હતો. ત્યારે આખરે કેમ અને કેવી રીતે આ યુવક સિમલા પહોંચ્યો તે જોઈએ.

સિમલા ફરવા ગયેલા પોલીસ અધિકારીઓએ દ્વારકેશને શોધ્યો

પાદરાના ગાંધી ચોક બજારમાં પ્રતિષ્ઠિત એવા તેલના વેપારી રાકેશભાઈ ઘનશ્યામભાઈ ઠક્કરનો પુત્ર દ્વારકેશ એસવીઆઈટી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે ગત 14 ઓક્ટોબરના રોજ કોલેજ જવાનું કહીને ઘરમાંથી નીકળી ગયો હતો. મોડી સાંજ સુધી દીકરો પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, ક્યાંય દ્વારકેશનો સંપર્ક થયો ન હતો. તેના મોબાઈલ પર પણ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. પોલીસ તેની મીસિંગ રિપોર્ટ પણ લખાવી હતી. પણ 22 દિવસથી ગુમ દ્વારકેશના કોઈ સમાચાર મળ્યા ન હતા. ત્યારે પાદરાના ડી સ્ટાફના સંજયસિંહ ગોલિહ તથા તાલુકા પોલીસ સ્ટેશનના ભૂપેન્દ્રસિંહ મહીડા પોતાના પરિવાર સાથે સિમલા ફરવા ગયા હતા, ત્યારે પોલીસે તેઓને દ્વારકેશનો ફોટો મોકલ્યો હતો, અને તેને શોધવા માટે જણાવ્યું હતું.

સંજયસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ મહિડાએ સિમલાના બજારમાં હોટલ તથા ખાણીપીણીની દુકાનોમાં ફરીને દ્વારકેશનો ફોટો બતાવી તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે સિમલાના એક ટેક્સી ડ્રાઈવરને દ્વારકેશ ફૂટપાથ પર સૂતેલો દેખાયો હતો, જેણે ફોન કરીને પોલીસને જાણ કરી હતી. આમ, ડ્રાઈવર દ્વારા સંજયસિંહનો દ્વારકેશ સાથે ભેટો થયો હતો. ત્યારે સંજયસિંહે દ્વારકેશનો કબજો લઈ પરિવારને તથા પાદરા પોલીસને જાણ કરી હતી. 22 દિવસ બાદ પુત્ર સાથે મિલન થતા જ પરિવાર ખુશખુશ થઈ ગયો હતો, અને દીકરાને લેવા સિમલા પહોંચ્યો હતો.

હોટલમાં નોકરી કરતો હતો દ્વારકેશ

માલેતુજાર પરિવારનો દ્વારકેશ ઘરમાંથી નીકળ્યો હતો ત્યારે તેની પાસે માત્ર 2500 રૂપિયા હતા. તે ટ્રેન દ્વારા દિલ્હીથી સિમલા પહોંચ્યો હતો. સિમલા પહોંચીને તે થોડા દિવસ આમતેમ ભટક્યો હતો. રાત્રે ફૂટપાથ પર સૂઈ જતો. બાદમાં રૂપિયા ખૂટી જતા તે સિમલાની ખાણીપીણીની લારીઓ પર કામ કરતો હતો. 

(5:05 pm IST)