Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વડતાલમાં વચનામૃત મહોત્સવ શુભારંભ : લાખો હરિભકતો ઉમટયા

૩૦૦ વીઘા જમીનમાં આયોજન : ૬II લાખ ચોરસ ફુટનો મંડપ : ૭પ વીઘા પાર્કીંગ માટે : ૧પ ગામોમાં ભકતોના ઉતારા : રપ સ્ટેજ : રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોની હાજરી : કાલથી ર૦૦ કુંડી મહાયજ્ઞ : શનિવારે મહાઅન્નકૂટ : રવિવારે વચનામૃત રજતતુલા

ખેડા જિલ્લાના તિર્થધામ વડતાલધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજથી વચનામૃત મહોત્સવનો શુભારંભ થયેલ. ધર્મયાત્રા પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, સંતો, હરિભકતો વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

વડતાલ,તા.૬જે ભૂમિના કણ-કણ માં સંતોનું સર્મપણ અને અક્ષરધામના અધિપતિનું અશ્યેર્ય આજેય અનુભવાય છે. એવી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની  ખેડા જિલ્લાના નડીયાદ પાસેથી વડતાલ ખાતે તા.૬ થી ૧૨ નવેમ્બર દરમ્યાન ઉજવાઈ રહ્યો છે. શ્રીવચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવ જેનો આજથી શુભારંભ થયો છે

આજે વિશ્વના ખૂણે-ખૂણે વસતો સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી સુખી અને સમૃદ્ઘ છે જેના મૂળમાં સંપ્રદાયની ગીતા સમાન શિક્ષાપત્રી અને મોક્ષના રાજમાર્ગે દોરી જનાર ગ્રંથરાજ વચનામૃત છે. દુનિયા ભરમાં વસતા હરિભકતો કરુણા સાગરની કૃપા અને સંતોના સ્નેહને પામી ભવસાગર તરવાની વચનામૃત રૂપી નાવમાં સવાર થયા છે. એ સર્વે હરિભકતો શ્રીહરિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પિઠાધિપતી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ઉજવાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પધાર્યા છે.

શ્રીહરિએ જે ભૂમીને રંગોત્સવથી રંગી છે, જે જગ્યા શ્રીહરિના પ્રેમે ભીંજાણી, જયાં શિક્ષાપત્રી લખાણી, ને મહારાજે સંતોની સેવાને વખાણી એવી સમર્પણ,સત્સંગ અને શાસ્ત્ર નિમણિની ત્રિવેણી સંગમ સમી ભૂમી વડતાલધામ ખાતે ૨૦ વચનામૃતની ભેટ આપી છે. વડતાલ એક માત્ર એવી ભૂમિ છે જયાં શ્રીહરિએ દેવના સિંહાસનમાં બેસી વચનામૃત પ્રબોધ્યાં છે.

વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ અને સમસ્ત દક્ષિણ દેશના સંતો-ભકતોના સહયોગથી આ કાર્તિકી સમૈયો શ્રી વચનામૃત ટ્વિશતાબ્દી મહોત્સવ તરીકે યોજાયેલ  છે. વડતાલ તથા આજુબાજુના ગામોની ૩૦૦ વીંદ્યા ઉપરાંત જમીનમાં આ મહોત્સવ છે. આ મહોત્સવમાં શ્રીહરિએ ઉદ્બોધેલ શ્રી વચનામૃત ગ્રંથના અમૃત રસાયણો દ્યુંટાશે. સંપ્રદાયના વિદ્દાન સંતો જ્ઞાનજીવનદાસજી સ્વામી, શા.દ્યનશ્યામપ્રકાશદાસજી સ્વામી, શા.નિલકંઠચરણદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી, માધવપ્રિયદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પૂ.શા.સત્સંગભૂષણદાસજી સ્વામી વચનામૃતના માધ્યમે આધ્યાત્મ પાથેય પીરસશે.

વચનામૃત દ્વિશતાબ્દી અંતર્ગત યોજાયેલી શોભાયાત્રામાં વડોદરાથી આવેલ બે ગજરાજ, કાઠીયાવાડી ર૦ અશ્વો, ૩ બગીઓ તથા રર ટ્રેકટર ટેબ્લો જોડાયા હતા. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં સ્વચ્છતા અને પર્યાવરણને પ્રાધાન્ય આપવા ભકતોને અનુરોધ કર્યો હતો. જેને ધ્યાને લઇ સામાજિક સંદેશા આપતા ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જળ બચાવો અભિયાન, વડાપ્રધાનનો સ્વચ્છતા અભિયાન, નારીશિકત-બેટી બચાવો, બેટી પઢાવો, વૃક્ષ એજ જીવન જેવા સામાજીક સંદેશા અપાતા ટેબ્લો સાથેના વાહનો જોડાયા હતા.

ઉપરાંત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર હતું સાથે સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, તામીલનાડુ, ગુજરાતના લોક નૃત્ય અને આફ્રિકન જંબુરા નૃત્ય સાથે હિમતનગર અને નડીયાદની બે બેન્ડો જોડાઇ હતી. આજુબાજુના ગામોમાંથી આવેલ ભજન મંડળીઓએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી સમગ્ર વડતાલ ધામ અક્ષરધામ સમુ ભાસતું હતું. શોભાયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતો જોડાયા હતાં.

કાર્યક્રમની રૂપરેખા

મહોત્સવનું આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વડીલ સંતોના હસ્તે ઉધ્દ્યાટન તથા દિપ પ્રાગટ્ય કરવામાં આવશે.

આજરોજ સવારે ૯:૦૦ વાગે વડતાલ જુના બસસ્ટેશનમાં તૈયાર કરવામાં આવેલ ૫૧ ફૂટનાં વિરાટ વચનામૃત ગ્રંથનું ઉદ્દ્યાટન થયેલ. ૫૧ ફૂટનાં આ વચનામૃતનું દરરોજ દિવસ દરમ્યાન પૂજન-દંડવ્રત-પ્રદક્ષિણા-૧૦૮ ભકતો દ્વારા અખંડ પૂજન, વચનામૃત કાવ્ય યજ્ઞ, ૨૦૦ મણ મોતીની માળાથી પૂજન અને ૫૦૦ મણ પૂજા સામગ્રીથી પૂજન . તા.૬ થી ૧૨ નવેમ્બર દરમ્યાન થયું હતું.

કાલેગુરૂવારે સવારે ૭.૩૦ કલાકે ર૦૦ કુંડી મહાયજ્ઞ નો પ્રારંભ થશે.

૮:૦૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્દ્યાટન, સ્થળ ૅં- વચનામૃત ભોજનાલય ગોમતી કાંઠે, વડતાલ

 તા. ૮ને શુક્રવારે નારોજ સવારે ૯:૦૦ કલાકે સંત દિક્ષા સમારોહ તથા સંત સંમેલન.

તા.૯ને શનિવારે રોજ શ્રીહરિએ સ્વહસ્તે પધરાવેલ દેવોનો વિવિધ ઉપચારોથી અભિષેક તથા મહાઅન્નફૂટ

 તા.૧૦/૧૧/૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વચનામૃત રજતતુલા

સાંજે ૬:૦૦ કલાકે વચનામૃત સુવર્ણતુલા

આજે સવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવની આંકડાકીય માહિતી

મહોત્સવ ૩૦૦ વિદ્યા જમીનમાં ઉજવાય છે.

ર૨૧થીરપ લાખ દર્શનાર્થીઓ પધારશે તેવો અંદાજ

 જેમાં ૭૦૦૦ એન.આર.આઈ. ભકતો મહોત્સવમાં પધારશે.

મહોત્સવમાં બહારગામથી આવતા ભકતો માટે ૧૪ પ્લોટમાં - ૭૫ વિદ્યા જમીનમાં પાર્કીગની વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૫૦૦૦ ઉપરાંત સ્વયંસેવકો અને મહેમાનો માટે વડતાલધામમાં હંગામી ઉતારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વડતાલ ઉપરાંત આપપાસના ૧૫ ગામોમાં હરિભકતોના દ્યરોમાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ર૦૦ ઉપરાંત ખેડૂત ભાઈઓએ સ્વેચ્છાએ મહોત્સવમાં જમીન ઉપયોગ કરવા આપી છે.

વડતાલધામ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ૧૦૦૦ ઉપરાંત ટોયલેટ બ્લોકસ બનાવાયા

મહોત્સવ દરમ્યાન ર૫૦ ઉપરાંત હરિભકતો દ્વારા નિત્ય રાત્રે આખા ગામના રાજમાર્ગોની સફાઈ કરવામાં આવે છે.

૧૦૦૦ ઉપરાંત કાર-બસ-ટ્રેકટર સહીતના મોટા વાહનો મહોત્સવની સેવામાં છે.

મહોત્સવ માટે કુલ ૬.૫ લાખ સ્કે.ફૂટ સુવિધાયુકત મંડપ બાંધવામાં આવ્યો છે.

૬ લાખ સ્કે.ફૂટ એરીયામાં તા.૨૫/૧૧ થી ૧૨/૧૧ સુધી પ્રદર્શન યોજાયું છે.

સવાબસો સવાસો ના વિશાળ મુખ્ય સ્ટેજ ઉપરાંત પ્રદર્શન એરીયામાં આવેલ રપ નાના મોટા સ્ટેજ ઉપરથી વિવિધ કાર્યક્રમો રજુ થશે.

ર૨૦૦ કુંડીની યજ્ઞશાળા બનાવાઈ છે. જેમાં વૈદીક વિધિથી વિશ્વ શાંતિ અને પર્યાવરણની રક્ષા માટે ર૫૦ ત્રષીકુમારો અને ૮૦૦ હરિભકતો દ્વારા આહુતિ અપાશે.

સમગ્રમહોત્સવનું સંચાલન ૮૦ વિભાગીય સમિતીઓ દ્વારા થઈ રહ્યું છે. જે સમિતિમાં સંતો અને હરિભકતો કર્મભકિત દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને રાજી કરી રહ્યા છે.

આ વિવિધસમિતિઓમાં ૫૦૦ ઉપરાંત સંતો અને ૧૫ હજાર હરિભકતો ખેડપગે દિવસ રાત જોયા વિના કાર્ય કરી રહ્યા છે.

સમગ્ર વડતાલધામમાં એકજ સ્થળેથી ઓપરેટ થતી પબ્લીક એનાઉન્સ સીસ્ટમ કાર્યરત છે. (૮.૧પ)

મહોત્સવમાં પ૦૦ રસોયા, પ૦૦૦ સ્વયંસેવકો : ૩૦૦ મણ લોટની રોટલી : ૧ાા લાખ કિલો ખાંડ

 મહોત્સવમાં પધારનાર હરિભકતોનો પ્રસાદ તેયાર કરવા માટે ૫૦૦ ઉપરાંત રસોયા રહેશે.  મહોત્સવમાં અંદાજે ૧૫ લાખ ઉપરાંત હરિભકતો પ્રસાદ લેશે.  જેના માટે૫૦૦૦ સ્વંયસેવકો દ્વારા ખુબ જ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.  મહોત્સવમાં ૧૫૦૦૦ મણ દ્યઉં (૩ લાખ કિલો દ્યઉં) વપરાશે.  દરરોજ ૩૦૦ મણ લોટની સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખ સમી ડબલ પડવાળી રોટલી બનશે.( એક મણમાંથી ૮૦૦ રોટલી બને)  કુલ ૬૦,૦૦૦ લીટર ખાદ્ય તેલ વપરાવાનો અંદાજ છે.   મહોત્સવ દરમ્યાન વિવિધ મીઠાઈઓ બનાવવા માટે ૧.૫૦ લાખ કિલો ખાંડ વપરાશે એવો રસોડા વિભાગનો અંદાજ છે.  મહોત્સવમાં વિવિધ શાકભાજીઓ સાથે ૫૦,૦૦૦ કિલો બટાટા અંદાજીત વપરાશે.  પ્રસાદ બનાવી હરિભકતોને શુધ્ધ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવા માટે નવ ફૂટ વ્યાસના ૩૦૦ મોટા તપેલાનો ઉપયોગ થશે.  આ વાસણોને સાફ કરવા ૪૦૦૦ કિલો વાસણ ધોવાનો પાવડર વપરાશે.

(3:47 pm IST)