Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વિકાસને બ્રેક : ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન સીસ્ટમ ફેઇલ : ૧૦૦૦ થી વધુ પ્રોજેકટો અટકયા

ક્રેડાઇ અને કન્સલ્ટીંગ એન્જીનિયર એસો.ની મુખ્યમંત્રી રૂપાણીને સંવેદનશીલ રજુઆત : ઓનલાઇન પ્લાન મંજુરી કેટલાક સરકારી બાબુઓને પસંદ નહીં હોવાથી ૧૦૦ ટકા સફળતા નથી મળતી : મુશ્કેલીઓ દૂર કરવા માંગ...

રાજકોટ, તા. ૬ :  સરકારે બિલ્ડીંગ પ્લાનમંજુરીમાં ભ્રષ્ટાચાર દૂર કરવા અને પ્રમાણિક લોકોને ઝડપી પ્લાન મંજુરી મળી જાય તેવા શુભ હેતુથી રાજયભરમાં ઓન લાઇન બિલ્ડીંગ પ્લાન મંજુરીની પ્રક્રિયા ફરજીયાત શરૂ કરાવી છે. પરંતુ આ ઓન લાઇન બિલ્ડીંગ પરમીશનની પદ્ધતિ હજુ સો ટકા સફળ નહીં હોવાની અને તેનાં કારણે નાના-મોટા બિલ્ડરોને નબળી મુશ્કેલીઓ પાડી રહી હોઇ હાલ તુરંત રાજયભરમાં ૧૦૦૦ થી વધુ પ્રોજેકટો અટકી પડતાં વિકાસને બ્રેક લાગી ગઇ હોવાનું અને બાંધકામ ક્ષેત્રના લોકોની દિવાળી બગડી હોવાની સંવેદનશીલ રજુઆત રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રીને ક્રેડાઇ (રાજયભરનાં બિલ્ડરોનું એસો.) અને કન્સ્લ્ટીંગ એન્જી. એસો. દ્વારા કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાજયભરમાં સૌ પ્રથમ પ્રાથમિક ધોરણે અને ત્યારબાદ કાયમી ફરજીયાત રીતે ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનની પધ્ધતી શરૂ કરી દેવામાં આવી છે. જેને અંદાજે સવા બે વર્ષ થયા છે. આમ છતાં રાજદિન સુધી એક પણ બિલ્ડીંગ પ્લાન ૧૦૦ ટકા ઓનલાઇન મંજુર થયો નથી.

ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનનો મુળ હેતુ પેપરલેશ, નોહ્યુમન ઇન્ટરફીયર, ર૪ કલાકમાં બિલ્ડીંગ પ્લાન એ પ્રુવલ અને ઓટો ડીઝીટલ પરમીશન તથા ઓનલાઇન પેમેન્ટ છે. પરંતુ આ એક પણ પધ્ધતિમાં તંત્ર સંપૂર્ણ સફળ નથી રહ્યું. આજે પણ ઓનલાઇન પ્લાન ઇન્ડવર્ડ કરીને ઓફ લાઇન પ્લાન આપવા પડે છે. અને ર૦ થી રપ દિવસે પ્લાનની કાર્યવાહી શરૂ થયા છે. પછી ઓનલાઇન મંજુરીની આશા કયાંથી રાખી શકાય ?

આમ સરકારે બિલ્ડીંગ પ્લાનથી પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે કરેલું આ ડીઝીટલાઇઝેશન હાલ તુરંત રાજયનાં વિકાસની ગાડીને બ્રેક લગાવી રહ્યાની પ્રજાલક્ષી સૌને થઇ રહી છે.

ત્યારે તાજેતરમાં રાજકોટના કન્સ્લ્ટીંગ સિવિલ એન્જીનીયર એસો.નાં હોદ્દેદારો તેમજ ક્રેડાઇનાં હોદ્દેદાર મુખ્યમંત્રી શ્રી રૂપાણીને રૂબરૂ મળ્યા હતા અને ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન મંજુરીથી પધ્ધતિ નિષ્ફળ જઇ રહ્યાની હકીકતો રજુ કરતાં મુખ્યમંત્રી શ્રી ચોકી ઉઠયા હતાં અને આજદિન સુધી તેઓની સમક્ષ અધિકારીઓ ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનનાં જે આંકડાઓ રજુ કરતા હતાં તેનાથી હકિકત વધુ બિહામણી જણાતાં મુખ્યમંત્રીશ્રીએ તાબડતોબ શહેરી વિકાસ વિભાગનાં જવાબદાર અધિકારીઓને સ્થળ પર બોલાવીને આખી લાઇન બિલ્ડીંગ પરમીશનની પધ્ધતિમાં જે જે ક્ષતિઓ છે તે દૂર કરવા સુચનાઓ આપી હતી.

દરમિયાન બિલ્ડર લોબીમાં એવી પણ ચર્ચા જાગી છે કે કેટલાક અધિકારીઓને ઓનલાઇન બિલ્ડીંગ પધ્ધતિ કણાની જેમ ખૂંચે છે. આથી આ પધ્ધતી ૧૦૦ ટકા સફળ થતી નથી. આમ હાલ તુરંત રિયલ એસ્ટેટની બજારમાં મંદીની સાથે આ ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનની પધ્ધતિની નિષ્ફળતાનું ગ્રહણ પણ નહીં રહ્યાની ચર્ચા જાગી છે.

(3:40 pm IST)