Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

શિયાળુ શાકભાજી માર્કેટમાં મોડા આવશે, અને મોંઘી વેચાશે

મહા વાવાઝોડાની અસર : એક તરફ અતિવૃષ્ટિ અને બીજી તરફ માવઠાના મારથી ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છેઃ કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે, કપાસ, ડાંગર, દિવેલા, એરંડા, બાજરી જેવા પાકને ભારે નુકશાન થયું છેઃ પણ આ સાથે જ શાકભાજીની ખેતીને પણ મોટાપાયે નુકશાન થયું છે, ત્યારે આગામી સમયમાં શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થાય તો નવાઈ નહિ

અમદાવાદ, તા.૬: એક તરફ અતિવૃષ્ટિ અને બીજી તરફ માવઠાના મારથી ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે. કપાસ, ડાંગર, દિવેલા, એરંડા, બાજરી જેવા પાકને ભારે નુકશાન થયું છે. પણ આ સાથે જ શાકભાજીની ખેતીને પણ મોટાપાયે નુકશાન થયું છે. ત્યારે આગામી સમયમાં શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થાય તો નવાઈ નહિ. વડોદરાના ખેડૂતોએ જણાવ્યું કે, કેવી રીતે તેમની શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે.

વડોદરા જિલ્લાના ખેડૂતો વધુ પડતા ખેતીમાં શાકભાજી પર નિર્ભર રહે છે અને વધુ પડતી શાકભાજી વડોદરા જિલ્લામાં પકવવામાં આવતી હોય છે. ત્યારે કમોસમી વરસાદને પગલે વડોદરા જિલ્લાના ખેડૂતોના ટામેટાના પાકને નુકશાન જતા તમામ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ટામેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળશે. કારણકે તૈયાર થયેલા ટામેટાના પાક પર કમોસમી વરસાદના મારને પગલે ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. જેને લઇ આવનાર દિવસોમાં લાલચોળ ટામેટા સામાન્ય જનતાને લાલચોળ બનાવે તેમાં નવાઈની વાત નથી.

શાકભાજીની ખેતી કરતા ખેડૂતોએ જણાવ્યું કે, છેલ્લા દ્યણા વર્ષો બાદ ગુજરાતમાં જરૂર કરતા પણ વધારે વરસાદ વરસતા લીલો દુષ્કાળ પડ્યો છે અને સાથે સાથે ખેડુતોને પણ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આણંદ શાકભાજીનું હબ ગણવામાં આવે છે. શાકભાજીનુ વાવેતર પહેલા તેનુ ધરૂ તૈયાર થતુ હોય છે. વધારે વરસાદને કારણે ફુગ અને કોહવાટ લાગતા ધરૂવાડીયા બગડીયા ગયા છે. ખેતીની નવી પદ્ઘતિ પ્રમાણે ખેડૂતો શાકભાજી ફખ્ તૈયાર છોડ લાવીને વાવતા હોય છે ત્યારે વધારે વરસાદથી આ ધુરૂવાડીયા અને ખેડુતોએ વાવેલ શાકભાજીના નવા છોડોને પણ ભારે નુકશાન થયું છે. એક તો શિયાળુ શાકભાજી પંદરથી વીસ દિવસ મોડુ આવશે અને થોડુ મોંઘુ પણ મળશે.

(3:40 pm IST)