Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમદાવાદ એરપોર્ટ પરથી 24 ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાતા મુસાફરોને ભારે પરેશાની

સવારથી ફલાઇટો મોડી પડતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

અમદાવાદ એરપોર્ટ પર આજે પણ એક ઇન્ટરનેશનલ સહિત 24 ફલાઇટોના શેડ્યુલ ખોરવાતા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા. એરપોર્ટ પર દિવસ દરમિયાન અફરાતફરીનો મહોલ જોવા મળ્યો હતો. બીજીતરફ ઇન્ડિગોની ઠપ થયેલી સિસ્ટમ આજે કાર્યન્વિત થતા 12 ફલાઇટો  મોડી પડી હતી. જેમાં સૌથી વધુ ફલાઇટો દિલ્હીની હતી. જ્યારે એર ઇન્ડિયાની અમદાવાદ-મુંબઇની ફલાઇટ સૌથી વધુ ચાર કલાક વિલંબમાં હતી, જે ફલાઇટ મસ્તકથી મોડી મુંબઇ પહોંચી હતી.

અમદાવાદ એરપોર્ટ પરથી આજે સ્પાઇસ જેટની દુબઇની ફલાઇટ એક કલાક મોડી પડતા સાંજે 5:31 કલાકે રવાના થઇ હતી. જો કે આજે સવારથી ફલાઇટો મોડી પડતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિગોની સિસ્ટમ ઠપ થઇ જવાના કારણે ફલાઇટો રિ-શેડ્યુલમાં આવતા સમય લાગતો હોવાથી આજે પણ ઇન્ડિગોની મુંબઇ, દિલ્હી, શિલીગુરી, કોલકાતા, લખનઉં, ચંડીગઢ, બેંગ્લુરૂ, હૈદરાબાદ, ઇન્દોરની સહિત 12 ફલાઇટો એક થી બે કલાક વિલંબનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય ગો એરની કોલકાતા, ચંડીગઢની ફલાઇટ બે કલાક અને ટ્રુ જેટની નાસિકની ફલાઇટ એક કલાક અને સ્પાઇસજેટની પુને, દિલ્હી, ગોવાની ફલાઇટો અને એર ઇન્ડિયાની નાસિક, દિલ્હીની ફલાઇટો પણ દોઢ કલાક મોડી પડતા મુસાફરોએ એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.

(2:04 pm IST)