Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ગુજરાત તરફ આગળ વધતું મહા વાવાઝોડું : નવસારીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા : બોટો કિનારે લાંગરી દેવાઈ

વહીવટીતંત્ર સાબદું : સંબંધીત અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના

નવસારી : અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે, ત્યારે નવસારી જિલ્લાના કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામા આવ્યા છે.

   કાંઠાના માછીમારોએ પણ પોતાની બોટો કિનારે લાંગરી દીધી છે. નવસારીના જલાલપોર તાલુકાના બોરસી માછિવાડ ગામના માછીમારોએ પોતાની ટ્રોલર બોટો અને નાના હોડકાઓને પણ કિનારે મુકી દીધા છે.

   જોકે મહા વાવાઝોડાની અસરને લઈને તંત્ર પણ સાબદુ થયુ છે અને સંબંધીત અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા માટે કલેકટર દ્વારા સુચના પણ આપી દીધી છે. અને વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે.

(1:02 pm IST)