Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

છોટાઉદેપુર: સંખેડાના વાસણા નજીક ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત:બે લોકોના મોત : એક ગંભીર

શાકભાજીનો ટેમ્પો અને એસિડ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત :બંને વાહનના ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયા

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણા ગામ પાસેના વળાંક પર શાકભાજીના ટેમ્પો અને એસિડ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે

 

  જાણવા મળતી વિગત મુજબ ખેડાના વાસણા ગામ પાસેથી મોડી સાંજે શાકભાજીનો ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે વાસણા ગામના રોડ પાસેના વળાંક પર સામેથી આવી રહેલા એસિડ ભરેલા ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ટેમ્પોના તો ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. જ્યારે ટ્રેલરને પણ ખુબ નુકશાન પહોંચ્યું છે. ધડાકાભેર અથડાતા, બંને વાહનના ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયા હતા.

(12:29 am IST)