Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મહેમદાવાદ-નડિયાદ રોડ પર બે ગાડી સામ-સામે અથડાતા ગમખ્વાર અકસ્માત: ત્રણને ગંભીર ઇજા

મહેમદાવાદ:મહેમદાવાદ-નડિયાદ રોડ અંધેજ સીમમાં ગઈકાલે બે ગાડીઓ સામ સામે અથડાતા બંને વાહનોનો ભુક્કો બોલાઈ ગયો હતો. અક્સ્માતમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી.

 

પોલીસ સૂત્રોમાંથી મહેમદાવાદ નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા સમીર બીસ્મીલ્લા મલેક ગઈકાલે રાત્રે સેન્ટ્રો ગાડી નં. જીજે-૦૭ વીવી-૫૪૩૨ લઈને નડિયાદ-મહેમદાવાદ રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે અંધેજ સીમ નજીક સામેથી પૂરઝડપે આવેલ કાર નં. જીજે-૦૨ સીજી -૩૭૯૮ ધડાકાભેર કારની આગળ અથડાઈ હતી. જેથી બંને વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતમાં સમીર મલેક તથા અન્ય ગાડીનો ચાલક કાર મૂકી નાસી ગયો હતો.
બનાવ અંગે સમીર બીસ્મીલ્લા મલેકની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:10 pm IST)