Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

આણંદમાં ગોડાઉનનું તાળું તોડી તસ્કરોએ 6 હજારની મતાનો હાથફેરો કર્યો

આણંદ:શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ શોપીંગ સેન્ટરની પ્રમુખ એજન્સીના ગોડાઉનમાં ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને ગોડાઉનનું તાળુ તોડીને મસાલા-સેવ મમરાના કટ્ટા, બીકાનેરી સેવના કટ્ટા વગેરે મળીને કુલ ૬૪૮૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

આ અંગે પીનલભાઈ ચીમનભાઈ પટેલની ફરિયાદને આધારે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 


 

(6:07 pm IST)