Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

લીબાસી પોલીસે બાતમીના આધારે સીંજીવાડામાંથી 92 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

લીંબાસી:પોલીસે મળેલી માહિતી આધારે તારાપુરથી ગાડા રોડ તરફ સીંજીવાડા પાસે કબ્રસ્તાન નજીક વોચ ગોઠવી હતી દરમ્યાન એક સીલ્વર કલરની સ્કોર્પીયો કાર આવતી દેખાઈ હતી જેથી પોલીસ સતર્ક બનતાં ચાલકે કારને થોડે દુર ઉભી કરી દીધી હતી અને ખેતરાળ માર્ગે ભાગ્યો હતો. પોલીસે તેની ઓળખ કરતાં તે સીંજીવાડાના સેજુડીપુરામાં રહેતો જયેશભાઈ ઉર્ફે જલીયો ભુપતભાઈ સોલંકી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની ૨૪ પેટી મળી આવી હતી. જેની કિંમત ૯૨૧૬૦ થવા જાય છે. પોલીસે કાર સાથે કુલ .૯૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા જયેશભાઈ ઉર્ફે જલીયા વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

(6:06 pm IST)