Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સુરતની કાપડબજારમાં ઠગાઇનો સિલસિલો યથાવત: જુદી જુદી પાંચ ઘટનામાં 4.27 કરોડની ફરિયાદ દાખલ

સુરત:કાપડ બજારમાં છેતરપીંડીની પાંચ ઘટનામાં એમ્બ્રોઈડરી જોબવર્ક, લેસ પટ્ટી લગાવવાનું કામ કરતા તેમજ કાપડ-ગ્રે કાપડના વેપારી સાથે કુલ રૂ. ,૨૬,૫૯,૨૯૪ ની છેતરપીંડીની પાંચ ફરિયાદ નોંધાઈ છે.

બીજા બનાવમાં યોગીચોક ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ દુલાભાઈ વૈષ્ણવ પાસે રીંગરોડ રઘુકુળ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા સંજય સુરેન્દ્ર શર્મા (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, પીપલોદ), હિતેશ કાનજીભાઈ વઘાસીયા, તેના ભાઈ ગિરીશ (બંને રહે, આસોપાલવ સોસાયટી, હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સચીન) સાડી ઉપર રૂ. ,૧૧,૨૨૯ નું લેસ ફીટીંગ કરાવ્યું હતું તેમજ અન્ય ત્રણ જોબવર્ક કરનારા પાસે રૂ. ૫૫,૯૪,૩૧૯ નું એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવ્યું હતું. જ્યારે એક વેપારી પાસે રૂ. ,૫૮,૦૯૬ ની પ્લેઈન સાડી ખરીદી હતી. તમામના કુલ રૂ. ૬૧,૬૩,૬૬૪ ચૂકવ્યા વિના ત્રણેય વેપારી દુકાન બંધ કરી ભાગી છૂટયા હતા. અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(6:01 pm IST)