Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

આણંદના અનાથાશ્રમમાં સગીરા સાથેની જાતિય સતામણીના ગુન્‍હામાં ટ્રસ્‍ટી મૈનેષ પરમારની ધરપકડ

વડોદરા/ આણંદઃ રવિવારે અનાથાશ્રમના ટ્રસ્ટી દ્વારા સગીર વયની છોકરીઓની જાતિય સતામણીનો એક કિસ્સો બહાર આવ્યો છે. ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા પોલીસને FIR લખવા માટે આદેશ અપાયા બાદ આરોપી મૈનેષ પરમારની ધરપકડ કરવામાં આવી છે.

છોકરીઓએ અશ્લીલ વાતો રેકોર્ડ કરી જાણ કરી

આરોપી ટ્રસ્ટીને જ્યારે વિશે જાણ થઈ તો તેણે બરૈવી ગામમાં આવેલા અનાથાશ્રમમાં જઈને ભારે હંગામો કર્યો જે બાદ તેની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ 42 વર્ષીય પરમાર પાછલા 17 વર્ષથી અનાથાશ્રમમાં ટ્રસ્ટી છે. તેઓ છોકરીઓને પોતાના રૂમમાં બોલાવીને અડપલા કરતો હતો. તે છોકરીઓને વિશે કોઈને જાણ કરવા માટે ધમકાવતો હતો. સૂત્રો મુજબ 10માં ધોરણની ચાર વિદ્યાર્થિનીઓએ તેની અશ્લીલ વાતોને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને અનાથાશ્રમની મહિલા કર્મચારીને મોકલી હતી.

ટ્રસ્ટીને અનાથાશ્રમથી હટાવાયો

મહિલાએ અન્ય ટ્રસ્ટીઓને જાણ કરી જેઓ રાજ્ય સરકારના ચાઈલ્ડ વેલફેર કમિટીની નોટિસ લઈ આવ્યા. પોલીસે જણાવ્યું કે કમિટીએ અમુક છોકરીઓ સાથે વાત કરી. બાદ તેમણે પરમારને અનાથાશ્રમમાંથી હટાવવાનો નિર્ણય કર્યો. પોલીસને પણ રવિવારે પરમાર વિરુદ્ધ FIR નોંધીને તેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસે તેની POCSO હેઠળ ધરપકડ કરી છે.

પોલીસે દાખલ કર્યો કેસ

રવિવારે સાંજે પરમાર અનાથાશ્રમમાં ગયો જ્યાં તેણે કેટલાક લોકો સાથે મારામારી કરી. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને તેને ઝડપી લીધો. બાદમાં તેના પર મારામારી અને ધમકાવવાનો કેસ પણ દાખલ કર્યો છે. અનાથાશ્રમની કેટલીક છોકરીઓએ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, જે બાદ તેની વિરુદ્ધ POCSO હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે સોમવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશેે.

(6:40 pm IST)