Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ: ખેડૂતો ચિંતિત

ઈસરોલ, જીવનપુર, બોલુન્દ્રા વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો : ભિલોડાના ધોલવાણી, ખૂમાપુર, માકરોડાના વિસ્તારમાં પણ વરસાદ

અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. જેમાં ઈસરોલ, જીવનપુર, બોલુન્દ્રા વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો છે. વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધોલવાણી, ખૂમાપુર, માકરોડાના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે

(9:33 pm IST)