Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આગામી પાંચ દિવસ ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી

સાત અને આઠ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી

અમદાવાદ :  આગામી પાંચ દિવસ ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  સાત અને આઠ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

 દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યુ છે. દેશના પહાડી વિસ્તારોમાં આજે વરસાદનું એલર્ટ છે. અને આગામી 24 કલાકમાં ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.

(7:27 pm IST)