Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

તિસ્તા સેતલવાડ વિરુદ્ધ 7000 પાનાની ચાર્જશીટ દાખલ : પૂર્વ IPS રાહુલ શર્માને સાક્ષી બનાવાયા

વર્ષ 2002 રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ કોર્ટમાં SITએ ચાર્જશીટ દાખલ કરી :તીસ્તા વિરૂદ્ધ ગંભીર આરોપોના પુરાવા રજૂ કર્યા

અમદાવાદ :  ગુજરાતમાં વર્ષ 2002 રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ  વિરૂદ્ધ કોર્ટમાં SITએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં SITએ તીસ્તા વિરૂદ્ધ ગંભીર આરોપોના પુરાવા રજૂ કર્યા છે. તેમજ ચાર્જશીટમાં 7 વ્યક્તિઓના 164  નિવેદનો લેવામાં આવ્યા છે.   

   પ્રાપ્ત માહિતી અનુસાર ચાર્જશીટમાં પૂર્વ IPS શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે બોગસ દસ્તાવેજો તૈયાર કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બંને IPS અધિકારીઓએ બોગસ દસ્તાવેજોની અધીકૃત એન્ટ્રી કરી હતી.આ કેસમાં પૂર્વ આઇપીએસ રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા છે.એસઆઇટીએ રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટ વચ્ચેની વાતચીતના ઇમેલ સ્વરૂપે પુરાવા પણ મળી આવ્યા છે.

 આ ચાર્જશીટમાં 100 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તિસ્તા સેતલવાડ વિરૂદ્વ 7 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

(7:08 pm IST)