Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં ગરબા રમવા ગયેલ પરિવાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 9.30 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:આજવારોડ પર રહેતા વેપારીનો પરિવાર ગરબા રમવા ગયા હતા.તે સમયે ચોર ટોળકી ઘરમાંથી સાત લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૃપિયા ૯.૩૦ લાખની મત્તા ચોરી ગઇ હતી.

આજવારોડ  હેમદિપ રેસિડેન્સીમાં રહેતા યોગેશભાઇ રાજનાથ સરોજ ફતેગંજ પાસે ટેસ્ટી વડાપાંવની દુકાન ચલાવે છે.ગત તા.૩ જી એ રાતે અગિયાર વાગ્યે દુકાન પર ગયા હતા.તેમના માતા, પત્ની અને બાળકો ઘરને તાળું મારીને ફતેગંજ પેટ્રોલપંપ પાસે ગરબા જોવા માટે ગયા હતા.રાતે બે વાગ્યે તેઓ ગરબા જોઇને ઘરે પરત  આવ્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનું ઇન્ટર લોક તૂટેલી હાલતમાં હતું.અને લાકડાના કબાટો ખુલ્લા હતા.ઘરમાં જઇને તપાસ કરતા ચોર  ટોળકી સોના ચાંદીના દાગીના અને વેપારીઓેને ચૂકવવા માટે ઘરમાં મૂકેલા ૭ લાખ રોકડા લઇ ગઇ હતી.જે અંગે વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(6:03 pm IST)