Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કોંગ્રેસ દિશાહીન પાર્ટી-નરેન્‍દ્રભાઇના કાર્યોથી પ્રેરાઇને ભાજપમાં જોડાયોઃ હર્ષદ રીબડીયા

કોંગ્રેસ પાસે કોઇ નેતૃત્‍વ નીતી ન હોવાના કારણે આગેવાનો-કાર્યકરો પાર્ટી છોડી રહયા છેઃ પ્રદીપસિંહ વાઘેલા

રાજકોટ,તા.૬ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તેમજ દેશની જનતાની સેવા કરવા વિકાસની રાજનીતી થકી સેવાકીય કાર્યો કરે છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના યશસ્‍વી ગળહમંત્રી  અમિતભાઇ શાહ સાહેબની વિકાસ અને રાષ્‍ટ્રવાદની નીતીથી અને ગુજરાતમાં પેજ સમિતિના પ્રણેતા અને યશસ્‍વી પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલની મજબુત સંગઠન શક્‍તિ તેમજ પ્રજાવત્‍સલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વમાં રાજય વિકાસની નવી ઉચાઇ પર જઇ રહ્યો છે ત્‍યારે જનતાની સેવા કરવા વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો અને સામાજીક આગેવાનો સતત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્‍યારે આજે પ્રદેશ કાર્યાલય   કમલમ ખાતે કોંગ્રેસના જૂનાગઢ જિલ્લાના વિસાવદરના પુર્વ ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયા અને કરજણ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ ઇશ્વરસિંહ પરિહરા પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલના નેતળત્‍વમાં તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્‍તે પાર્ટીનો ખેસ અને ટોપી ઘારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેમજ તેમની સાથે જુનાગઢ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ નટુભાઇ પોકિયા, ભેંસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ  વજુભાઇ મોવલીયા, કોંગ્રેસના જૂનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ  રામજીભાઇ ભેસાણીયા,  રાજુભાઇ ભુવા ગુજરાત પ્રદેશ ડેલીગેટ,જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ સુરેશભાઇ વાંક,ભેસાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ  રવજીભાઇ ઠુંમર,ભેંસાણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિલુભાઇ વાંક, સહકારી આગેવાન ધીરૂભાઇ સતાણી, જૂનાગઢ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંતિભાઇ દોમડીયા, અંબાળાના સરપંચ વિઠ્ઠલભાઇ હિરપરા તેમજ અલગ-અલગ ગામોના સરપંચો અને ૧૦૦થી વધુ કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા.

  આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજી પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્‍યું કે, ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે પ્રસ્‍થાપીત થઇ છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબના નેતળત્‍વમાં આજે વિશ્વના દેશો ભારત પાસેથી ઘણી  અપેક્ષા રાખી રહ્યુ છે તે આઝાદી પછી પહેલી વખત આપણે જોઇ રહ્યા છીએ. ગુજરાત સહિત સમગ્ર દેશની જનતા વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદીને ખૂબ પ્રમ આપી રહી છે તેમના નેતળત્‍વ પર વિશ્વાસ રાખે છે. વડાપધાન નરેન્‍દ્રભાઇ મોદી જયારે ગુજરાત આવે ત્‍યાર વિકાસની અવનવી ભેટ આપે છે જેમાં મેટ્રો ટ્રેન, વંદે ભારત ટ્રેન સહિતના કાર્યોનો સમાવેશ છે.

આજે ખેડૂત આગેવાન અને કોંગ્રેસના પુર્વ ધારાસભ્‍ય સહિતના વિવિધ આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું સ્‍વાગત છે. પ્રદિપસિંહ વાઘેલાજીએ કોંગ્રસ પર શાબ્‍દિક પ્રહાર કરતા જણાવ્‍યું કે, કોંગ્રેસના નેતાઓ ગુજરાત અને હિમાચલનો પ્રવાસ કરતા નથી અને અન્‍ય જગ્‍યાએ જઇ ભારત જોડો અભિયાન ચલાવે છે. કોંગ્રેસ પાસે કોઇ નેતળત્‍વ નથી,નીતી નથી જેના કારણે આજે કોંગ્રેસના કાર્યકરો પાર્ટી  છોડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્‍યક્ષ  સી.આર.પાટીલના નેતળત્‍વમાં સતત મજબૂત થતી જાય છે. દેશના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી અને દેશના ગળહમંત્રી  અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત વિઘાનસભાની આગામી ચૂંટણીમાં પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ અને રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વમાં ગુજરાતની જનતા ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીને આશિર્વાદ આપશે તેવો વિશ્વાસ છે.

 આ કાર્યક્રમમા હર્ષદભાઇ રીબડીયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્‍યું કે, આજે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજી સહિત ભાજપના કાર્યકરોએ મને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપ્‍યો તે બદલ આભાર.

સમગ્ર ગુજરાત અને દેશ જાણે છે કે કોંગ્રેસ દિશાહિન પાર્ટી છે. વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી  દેશનો વિકાસ અને ખેડૂતો માટે જે રીતે વિકાસના કામ કરે છે તે કાર્યોથી પ્રેરાઇ આજે ભાજપમાં જોડાયો. ભારતીય જનતા પાર્ટીમાં એક સૈનિક તરીકે કામ કરીશું. ગુજરાત અને દેશની જનતાની સેવા કરવા પાટીં જે પણ જવાબદારી આપશે તેને યોગ્‍ય રીતે પુર્ણ કરવાનો પ્રયાસ કરીશું.

 આ કાર્યક્રમમાં યુવા મોરચાના રાષ્‍ટ્રીય મહામંત્રી રોહિત ચહલજી, જૂનાગઢ જિલ્લાના પ્રમુખ કિરિટભાઇ પટેલ, ધારાસભ્‍યો  જે.વી. કાકડીયા,  અક્ષયભાઇ પટેલ, પ્રદેશના સહ પ્રવકતાઓ, ભરતભાઇ ડાંગર,  ડો.રૂત્‍વીજ પટેલ , પ્રદેશ મીડિયા વિભાગના મીડિયા કન્‍વીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા વિભાગના સહ કન્‍વીનરશ્રી ઝૂબિનભાઇ આસરા ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:55 pm IST)