Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમદાવાદમાં તેજસ્‍વી મોઢ એકસલન્‍સ એવોર્ડ સમારોહની જોરશોરથી તૈયારી

રાજકોટ : ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા અમદાવાદ મુકામે યોજાવા જઇ રહેલ ‘તેજસ્‍વી મોઢ એકસલન્‍સ એવોર્ડ' સમારોહની પૂર્વ તૈયારી અર્થે ગત શનિવારે ડીનર સાથે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇના પ્રમુખ અરૂણકુમાર મુછાળા, ટ્રસ્‍ટી અરવિંદભાઇ મહેતા, વિનોદભાઇ અંબાણી, પ્રદીપભાઇ મુછાળા, પ્રવિણભાઇ દોશી, ગીરીશભાઇ શેઠ, અપૂર્વભાઇ શેઠ, અજીતભાઇ દેસાઇ, રીતેશભાઇ ગાંધી, વૈશ્‍વિક મોઢ પરિવાર મુખપત્રના તંત્રી મુકેશભાઇ પરીખ, ફેડરેશન ઓફીસ વ્‍યવસ્‍થાપક હિતેષભાઇ દોશી, કમીટી મેમ્‍બર હર્ષવર્ધનભાઇ પરીખ, અમદાવાદના ગુજરાત કમીટી મેમ્‍બર ચીમનભાઇ શાહ, પરમાનંદભાઇ શાહ, પુરૂષોતમભાઇ વડોદરીયા, રાજકોટના કમીટી મેમ્‍બર અશ્વિનભાઇ પટેલ, મનસુખભાઇ પટેલ, સુરેન્‍દ્રનગરના રશ્‍મીભાઇ મહેતાએ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન પુરૂ પાડેલ. તેમ પ્રચાર પ્રસાર કમીટીના અશ્વિનભાઇ પટેલ (મો.૯૮૨૫૧ ૯૫૯૫૫) ની યાદીમાં જણાવાયુ છે.

(4:07 pm IST)