Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

પાટણમાં જુના બસ સ્‍ટેન્‍ડની ધીમી કામગીરીનાં વિરોધમાં દુકાનો બંધ : આવેદન

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ,તા.૬ :  પાટણ શહેરમાં આવેલ જૂનુંબસ સ્‍ટેન્‍ડ જે ૨૦૧૬માં બસ પોર્ટના રૂપકંડા નામ અને સગવડો સાથે ખાતમુહૂર્ત થયું હતું અને ર વર્ષમાં  બસસ્‍ટેન્‍ડબની જશે તેવી જાહેરાતને આજે ૬ વર્ષ થયા છતાં બસ સ્‍ટેન્‍ડની કામગીરી પૂરી થઈ નથી ત્‍યારે પાટણના ધારાસભ્‍ય કિરીટ પટેલે છેલ્લા ૪ દિવસ થી આ મુદ્દો હાથ પર  લઈ વેપારીઓ સાથે મિટિંગ કરી હતી.  અંતે બસ સ્‍ટેન્‍ડનું ઝડપી કામ  થાય તે માટે વેપારીઓ રેલી કાઢીને આવેદન આપશે તેવી નક્‍કી કરાયું હતું . જેના ભાગ રૂપ આજે પાટણના તમામ વેપારીઓ બપોરે ૧૨ વાગ્‍યા સુધી દુકાનો બંધ રાખીને ત્રણ દરવાજાથી  રેલી નીકળી હતી અને કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.

(3:52 pm IST)