Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વઢવાણના વસ્તડી ગામે ઇતિહાસ રચાયો : દશેરાએ 25000થી વધુ રાજપૂતોએ એક સાથે શસ્ત્રપૂજન કર્યું

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતાઆ યોજાયેલા શસ્ત્રપૂજનના મોટા કાર્યક્રમમાં રાજપૂત સમાજના 24 જીલ્લાના, 123 તાલુકાના અંદાજે 10,000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યાં

. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે દશેરાપર્વ નિમિતે 25000થી વધુ રાજપૂતોએ એક સાથે શસ્ત્રપૂજન કરીને ઇતિહાસ રચ્યો છે, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતાઆ યોજાયેલા આ શસ્ત્રપૂજનના મોટા કાર્યક્રમમાં રાજપૂત સમાજના 24 જીલ્લાના, 123 તાલુકાના અંદાજે 10,000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

અહીં 30 એકર જમીન પર એક સાથે 25000થી વધુ રાજપૂતોએ એક જ સ્થળે અને સમયે શસ્ત્રપૂજન કરીને  ઇતિહાસ રચી દીધો છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન 2100 થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થાના ભાગરૂપે ખડેપગે હાજર રહ્યાં હતા. 

(12:27 am IST)