Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમદાવાદના ભાડજના સંગાથ પાર્ટીપ્લોટ પાસે ગમખ્વાર અકસ્માત ટેલરને ઓવરટેક કરવા જતા એક્ટિવા સવાર ત્રણ યુવકોના કરૂણમોત

ચાર સવારી એક્ટિવા ટેલરના ટાયરના ભાગે આવતા ત્રણ યુવકોના મોત : એક ગંભીર

અમદાવાદ : ભાડજના સંગાથ પાર્ટીપ્લોટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટેલરને ઓવરટેક કરવા જતા એક્ટિવાનો અકસ્માત થતાં મેમનગર ગામમાં રહેતા 3 યુવકોના મોત નીપજયાં છે. જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપસ હાથ ધરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ મેમનગર  ગામમાં આવેલા સુખીપુરામાં રહેતા અર્જુન ઠાકોર તેમના કરણજી, રાજેશ પટેલ અને નરેશ વસાવા સાથે ચારેય એક જ એક્ટિવા પર રાતે રકનપુર જવા રવાના થયા હતા. ત્યાં તેમનું કામ પૂરું કરીને, તેઓ ચાર સવારી એક્ટિવા પર પરત ફરી રહ્યાં હતા ત્યારે ભાડજ સંગાથ પાર્ટીપ્લોટ પાસે એક ટેલરને ઓવરટેક કરવા જતાં ટક્કર વાગતા કરણજી અને નરેશ ટેલરના ટાયરના વચ્ચેના ભાગે આવી ગયા હતા જ્યારે રાજેશ અને અર્જુન નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ટેલરચાલક ટેલર મૂકી નાસી ગયો હતો.

(11:45 pm IST)
  • દેશની 49 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર વકીલના નિશાના પર છે મુખ્યમંત્રી કેજરીવાલ અને ઇમરાનખાન : વકીલ સુધીરકુમાર ઓઝાએ વડાપ્રધાન મોદીના નામ પર ખુલ્લો પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી છે : 1996થી અત્યાર સુધીમાં 745 પીઆઈએલ દાખલ કરાવનાર વકીલ સુધીર ઓઝા હવે કેજરીવાલે આરોગ્ય સબંધે કરેલ ટિપ્પણી અને યુનોમાં ઇમરાને કરેલ ભાષણ સામે મોરચો ખોલશે access_time 1:05 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • સુરતમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ: વરાછા, કાપોદ્રા સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ: નીચલાવાળા વિસ્તારમાં પાણીની રેલમછેલ access_time 5:54 pm IST