Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમદાવાદના નરોડા વિસ્તારમાં રોંગ સાઈડમાં આવતા બાઇકને રોકતા પીએસઆઇ પર હુમલો : ગળું દબાવવા પ્રયાસ : બે ભાઈઓની ધરપકડ

દંડ ભરવાનું કહેતા પીએસઆઇ પર હુમલો કર્યો : અંકિત ચૌધરી અને બલવીર ચૌધરીની ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારના નેશનલ હેન્ડલુમ પાસે પીએસઆઇ પર હુમલાની ઘટના બની છે. વાહનચેકીંગ દરમિયાન રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકને રોકીને દંડ ભરવાનું કહેતા બાઈક સવાર બે ભાઈઓએ પીએસઆઇ પર હુમલો કર્યો હતો.

  બાઈક સવારે પીએસઆઈનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ બન્ને ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે અંકિત ચૌધરી અને બલવીર ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)