Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

સુરત પોલીસની ગાંધીગીરી : નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકોને ગુલાબ આપ્યું

કતારગામ સ્થિત ગજેરા સર્કલે પોલીસે ફૂલ આપ્યા : સામાજિક સંસ્થાના લોકો પણ જાગૃતિ ક્રાયક્રમમાં જોડાયા

શહેરના કતારગામ સ્થિત ગજેરા સર્કલ ખાતે ટ્રાફિક પોલીસની ગાંધીગીરીના દર્શન થયા હતા. સુરત શહેની ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ગુલાબ આપ્યું હતુ.

    સીટ બેલ્ટ બાંધી નિયમોનું પાલન કરનાર વાહન ચાલકો તેમજ હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકોને ગુલાબનું ફુલ આપ્યું હતુ. ટ્રાફિક પોલીસ સાથે સામાજિક સંસ્થાના યુવકો પણ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. યુવકોએ પ્લે કાર્ડ લઈ લોકોને ટ્રાફિકના નિયમો અંગે અવેરનેસ રાખવા માહિતગાર કર્યા હતા.

(5:03 pm IST)