Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમદાવાદ ભાડજમાં ટ્રેલર હડફેટે એકટીવા ટકરાતા ૩ યુવકોનાં મોત

અમદાવાદ : શહેરનાં (Ahmedabad) ભાડજ વિસ્તારમાં ટ્રેલરનો પાછળનો ભાગ એક્ટિવાને વાગતા ત્રણ યુવાનોનાં મોત નીપજ્યાં છે. જેમાં બે યુવાનોનાં ઘટના સ્થળે જ્યારે અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

ટ્રેલરની ટક્કર વાગતા એક્ટિવાનું બેલેન્સ બગડ્યું

આ મામલે મળતી માહિતી પ્રમાણે મેમનગર સુખીપુરા પાણીની ટાંકી પાસે રહેતા અર્જુનભાઇ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. જેમાં લખાવ્યું છે કે પરમદિવસે રાતે રકનપુર ગામથી પરત આવતા તેમના પિતરાઇ ભાઇ કરણજી ઠાકોર એક્ટિવા ચલવાતા હતા. તેમની પાછળ નરેશ વસાવા અને રાજેશ પટેલ તેમજ ફરિયાદી પણ બેઠા હતા. તેઓ રાતે આઠ વાગે ભાડજથી આવતા હતા.

આ દરમિયાન સંગાથ પાર્ટી પ્લોટ નજીક ટ્રેલર આવી જતા જમણી બાજુથી સાઇડ કાપીને ટ્રેલરની આગળ જતા તેનો પાછળનાં ભાગે એક્ટિવાને ટક્કર વાગી હતી. આ ટક્કર વાગતા એક્ટિવાનું બેલેન્સ બગડ્યું હતું.

(3:20 pm IST)
  • જૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST

  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST

  • દિગ્વિજયસિંહે પૂછ્યો સવાલ : ગોડસે દેશભક્ત છે કે દેશદ્રોહી ? ભાજપ અને બજરંગદળ પર સાધ્યું નિશાન : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહેગ્વાલિયરમાં કાશ્મીર મુદ્દો,નાથુરામ ગોડસે અને આર્ટિકલ 370ને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા: દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે ભાજપ ગાંધીજીને લઇને માત્ર દેખાડો કરે છે access_time 12:24 am IST