Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

વડોદરા રેલવે સ્ટેશનેથી રૂ.એક લાખનો મોબાઇલ અને બે ટ્રોલી બેગની ચોરી

વડોદરા :  રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા બે મુસાફરોની ટ્રોલી બેગ તથા રૂ. એક લાખની કિંમતનો મોબાઇલ ફોન ચોરી લઇ અજાણ્યો ગઠીયો ફરાર થઇ ગયો હતો. સીસીટીવી કેમેરામાં અજાણ્યો શખ્સ ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી લેતા કેદ થયો હતો. પોલીસે કૂટેજના આધારે તપાસ આગળ વધારી હોવાનું જણાવ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના નાસીક સ્થિત કપુરવાલાની સામે સેન્ચૂરી હાઇટસમાં રહેતી ઉત્કર્ષ શરદચંદ્ર વાઘ મુંબઇથી વડોદરા આવવા ડબલ ડેકર ટ્રેનના કોચ નં. સી-૯ માં રવાના થયા હતા. સાંજના સમયે વડોદરા રેલ્વે સ્ટેશને ટ્રેન આવી પહોંચી હતી ટ્રેનમાંથી નીચે ઉતરવા તથા ચઢવા માટે મુસાફરો ધકકા મુકી કરતા હતા આ તકનો લાભ ઉઠાવી બે અજાણ્યા ગઠીયા ઉત્કર્ષ વાઘના શર્ટના ખિસ્સામંાથી  રૂ એક લાખની કિમતનો મોબાઇલ ફોન સેરવી ગયા હતા.

રેલવે પોલીસ મથકે મોબાઇલ ચોરીના બનાવ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં સુરત-વરાછા રોડ અનુરાધા સોસાયટીમાં રહેતા રાજન ભરતભાઇ સાસપરા દર્શન એકસપ્રેસમાં નવી દિલ્હી સુધી જતા હતા ત્યારે સીટ નીચે મુકેલી બંને ટ્રોલીઓ ગુમ થઇ હતી. આ કોચના અન્ય મુસાફરોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને ટ્રોલી બેગના કોઇ સગડ મળ્યા નથી.

(11:56 am IST)
  • છત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST