Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ચાણસદ તળાવ મધ્યે પ્રમુખસ્વામીની પ્રતિમા સ્થાપિત કરી પ્રાગટય તીર્થ વિકસાવાશે

૧૦ કરોડના ખર્ચે વિકાસકાર્યો થશેઃ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન થયું

વડોદરા : પાદરા તાલુકાનુ ચાણસદ એ પ્રમુખ સ્વામીની પ્રાગટય ભૂમિ છે. ચાણસદના શાંતિલાલે અધ્યાત્મ માર્ગમાં ઉચ્ચકોટિએે પહોંચીને બાપ્સ સંસ્થાનું નેતૃત્વ કર્યુ. દેશ અને વિદેશમાં હજારો મંદિરોનું નિર્માણ કરાવ્યું.

આ મહાન સંતની જન્મભૂમિ જગતભરમાં પરમ આસ્થાનું કેન્દ્ર બની છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજયના પ્રવાસના વિભાગે અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે પૂણ્યભૂમિ ચાણસદના બહુમુખી દર્શનીય વિકાસનું આયોજન કર્યુ છે. આ કાર્યમાં બાપ્સના વર્તમાન વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને સંત ગણનો પરામર્શ કરવામાં આવ્યો છે.

ચાણસદના વિશાળ તળાવની મધ્યમાં મહારાજની દિવ્ય પ્રમિા સ્થાપિત કરાશે અને કાંઠા સાથે સાંકળતા સેતુઓ (પુલ) બનાવી દર્શનની સરળતા કરવામાં આવશે.

આ ઉપરાંત પુજય સ્વામીજીનો જયાં જન્મ થયો એ ધરા (પ્રાગટય ભૂમિ) સ્વામીનારાયણ મંદિર અને ચાણસદના તળાવને સાંકળી લઇને ગ્રીનલેન્ડ સ્ક્રેપિંગ સહિત નયનરમ્ય વિકાસનુ઼ આયોજન અહી સાકાર થવાનું છે.

(11:51 am IST)
  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST

  • છત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST