Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

બોડેલીના સાલોજની નિવાસી શાળાના આચાર્ય ગીતાબેન રાઠવા 35 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

મેસ કોન્ટ્રાક્ટરને ઓગસ્ટના બિલનો ચેક આપવા લાંચ માંગી હતી

 

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના સાલોજ ખાતેની કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં બાળકોને નિયમીત પૌષ્ટીક ભોજન માટે સરકારની ગ્રાંટની મદદથી મેસ કોન્ટ્રાક અપાયો હતો  ઓગષ્ટ-2018નું બીલ કોન્ટ્રાક્ટર દ્વારા મુકવામાં આવ્યું હતું. જેનો ચેક શાળાના આચાર્યએ કોન્ટ્રાક્ટર પાસે ચેક લોવો હોય તો, 35000 હજાર આપવા પડશે તેમ જણાવતા આખી ઘટના વિશે એસીબીને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી

 

  વડોદરા એસીબી ઈન્ચાર્જ મદદનીશ નિયામક એન પી ગોહિલ અને વડોદરા ગ્રામ્ય પીઆઈ ડી.બી. બારડની ટીમે છટકૂ ગોઠવી આરોપીની ફરિયાદ મુજબ શાળાના આચાર્ય ગીતાબેન રાઠવા કોન્ટ્રાક્ટર પાસેથી જેવી રકમ સ્વીકારે છે, તેવી એસબી દ્વારા રેડ કરી આચાર્યને રંગેહાથ ઝડપી લેવાયા હતા એસીબી અને પોલીસની ટીમે ઘટના સ્થળ પરથી 35000ની રકમ રીકવરીમાં લઈ. શાળાના આચાર્ય ગીતાબેન રાઠવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:17 pm IST)