Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ નજીક ચપ્પુની અણીએ મોબાઈલની લૂંટ ચલાવનાર આરોપી પોલીસના સકંજામાં

અમદાવાદ:જીએમડીસી ગ્રાઊન્ડ નજીક મોર્નિંગ વોક કરવા જતા લોકોને ચાકુ બતાવીને મોબાઈલ લુંટી લેતા શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. અગાઊ વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરીને આ પ્રકારના ૧૦ ગુના ઊકેલ્યા હતા. જોકે દસ દિવસ પહેલા જ જેલમાંથી છુટીને તેણે ત્રણ ગુના આચર્યા હતા.

વસ્ત્રાપુર પોલીસે અગાઊ ધરપકડ કરી દસ ગુના ઉકેલ્યા હતા ઃ જેલમાંથી છુટયા બાદ ત્રણ મોબાઈલ લુંટયા

વસ્ત્રાપુર પોલીસે આ કેસમાં વસ્ત્રાપુર તળાવ નજી રહેતા ભુવન ઘાનક (૨૮) ની ધરપકડ કરી હતી. સાતેક મહિના અગાઊ વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરીને મોબાઈલ લુંટના ૮ ગુના ઊકેલ્યા હતા. બાદમાં તેને પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

 

(6:53 pm IST)