Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

મોગર નજીક સીમમાં બે બાઈક સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

 મોગર:ગામની સીમમાં ગઈકાલે સાંજના સુમારે પુરપાટ ઝડપે રોંગ સાઈડે જતું એક બાઈક કારની ખાલી સાઈડ સાથે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર વડોદરા ખાતે રહેતા અને વિદ્યાનગરમાં કોલેજ કરતાં મીત હેમંતભાઈ પટેલ ગઈકાલે સાંજના સુમારે પોતાની કાર દ્વારા કોલેજ પતાવીને પરત વડોદરા જતા હતા ત્યારે સવા છ વાગ્યાના સુમારે મોગર પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલું બાઈક નંબર જીજે-૦૬, કેએસ-૮૮૦૮નું અથડાયું હતુ અને બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો. જેથી કાર ઉભી રાખીને તુરંત જ પોલીસ અને ૧૦૮ મોબાઈલ વાનને કરતાં તેઓ આવી ચઢ્યા હતા અને તપાસ કરતાં બાઈક ચાલક મરણ ગયો હતો. તેની તપાસ કરતાં તે વાઘોડીયા ખાતે રહેતો પ્રદિપસિંહ કનુભાઈ ડોડિયા હોવાનું ખુલવા પામ્યું હતુ. 

(6:49 pm IST)