Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

બોરસદમાં બસ સ્ટેન્ડ નજીક પોલીસે દરોડા પાડી 5 શકુનિઓની ધરપકડ કરી

 બોરસદ: બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્યાના સુમારે બોરસદ પોલીસે પીયાગો રીક્ષાની આડમાં બેસી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરચક વિસ્તારમાં જનતા બજાર પોલીસ ચોકીથી માત્ર ૧૦ મીટર દૂર જ જુગારીઓ જાહેરમાં જુગાર રમતા હતા જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. 
બોરસદ શહેરના બસ સ્ટેન્ડ પાસે જનતા બજાર પોલીસ ચોકી નજીક મર્કન્ટાઈલ બેન્ક પાસે પિયાગો રીક્ષાઓનો અડીંગો જામેલો હોય છે. જેની આડમાં રીક્ષાઓની પાછળ બેસીને જાહેરમાં જ છેલ્લા કેટલાક સમયથી પાનાપત્તાનો જુગાર રમવામાં આવતો હતો. જાહેરમાં જુગાર રમતા હોવા છતાં જનતા બજાર પોલીસ ચોકીના જમાદારો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી ત્યારે શુક્રવારે સવારે શહેર પોલીસે છાપો મારીને જાહેરમાં હારજીતનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે ઈસમો ફરાર થઈ ગયા હતા
ઝડપાયેલા ઈસમોમાં હમીદખા જશભા રાણા, ફિરોજભાઈ દાઉદભાઈ વ્હોરા, જાવેદભાઈ આરીફભાઈ રાણા (રહે. નાપાવાંટા), સાજીદ ઉર્ફે ઢીંગલી રબ્બર અન ેઆરીફ ઉર્ફે ડાયનોસરને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ ૧૭૮૫ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.

(6:47 pm IST)