Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ઉમરગામ-સંજાણ રોડ પરથી પસાર થતી કાર પર તોતિંગ વૃક્ષ ધરાશાયી :કારનો કચ્ચરઘાણ :ત્રણ લોકોને ઇજા

વલસાડ જિલ્લામાં ગઇકાલે સાંજે વાવાઝોડા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. વાપી સહિત જિલ્લાના ઉમરગામ અને કપરાડા તાલુકામાં પણ તોફાની વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી જવાના બનાવ બન્યા હતા.ત્યારે ઉમરગામના ઉમરગામ-સંજાણ રોડ પર પૂરઝડપે પસાર થતી એક કાર પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. જેને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પણ થઈ હતી 

(5:08 pm IST)