Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ટેલીવિઝનના ટોપ એકટર્સે જણાવી મનની વાત - ''સોની મેકસની ચેટ બોટ 'ફિલ્મી કાંત' જ છે અમારો પ્રિય બોલીવુડ મિત્ર''

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ૬ :. દર્શકો માટે ટેલીવિઝનની સ્ક્રીનથી થોડી હળવાશ આપીને તેમના દિલને બહેલાવવાની કોશિષમાં સોની મેકસે 'ફિલ્મી કાંત' લોન્ચ કર્યુ છે, જે ભારતમાં ટેલિવિઝન જગતનું સૌ પ્રથમ આર્ટિફીશ્યલ ઈન્ટેલિજેન્સ ચેટ બોટ છે. આને એડવાન્સ્ડ ટેકનોલોજીથી એ રીતે ઈનબિલ્ટ યોગ્યતાથી સુસજ્જિત કરવામાં આવી છે કે આ હિંગ્લિશ (ઈંગ્લીશ અને હિન્દીનું મિશ્રણ) વાંચી શકે છે, દેશભરના સિનેમા પ્રેમીઓની સાથે ફિલ્મી કાંત આખુ અઠવાડીયુ, ચોવીસે કલાક એન્ગેજ રહે છે.

આ ટેલીવિઝન એકટર્સની જેમ તમે પણ અનેક ઓપ્શન્સમાંથી કોઈ પણ ચૂંટીને, મતલબ કે બોલીવુડથી લઈને કોયડાઓ સુધી અને નવી-જૂની જાણકારી સુધી એન્જોય કરી શકો છો. આ માટે તમારે સોની મેકસ ફેસબુક મેસેન્જર કે લિંક પર લોગઓન કરવાનું રહેશે.(૨-૧૯)

(4:07 pm IST)