Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

વલસાડમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ :વાપી,ઉમરગામ અને કપરાડામાં વરસાદી ઝાપટા : વૃક્ષો ધરાશાયી

વલસાડમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વાપી, ઉમરગામ અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ પડવાના કારણે મોટા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડવાની ઘટના બની હતી. વલસાડ પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દિવસભરના અસહ્ય બફારા અને ગરમી બાદ વરસાદ પડતા સ્થાનિકોને રાહત મળી છે

(10:36 pm IST)