Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ઢૂંઢરની બાળકી પર દુષ્કર્મનો હિંસક વિરોધ મુદ્દે ઠાકોર સમાજના 13 લોકો સામે રાજદ્રોહનો ગુન્હો :250 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુન્હો દાખલ

 

અરવલ્લીના ઢૂંઢર ગામમાં એક 14 માસની બાળકી પર ફેક્ટરી એક પરપ્રાંતિય મજૂર દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ ફેક્ટરી પર તોડફોડ કરી, કેટલાક વાહનો સળગાવી અને રોડ-રસ્તા ચક્કાજામ કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો

  પોલીસે રોષે ભરાયેલા લોકોને રોકવા માટે બળ પ્રયોગ પણ કર્યો હતો. સામે ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો સમયે પોલીસે 6 જેટલા વાહનો પણ જપ્ત કર્યા હતા.

   મામલે પોલીસે તપાસ હાથ ધરી ગામના હિંસામાં સામેલ 13 જેટલા ઠાકોર સમાજના લોકો સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે, સાથે અન્ય 250 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.

(11:00 pm IST)