Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગાંધીનગર પંથકમાં નકલી માવો બનાવતી ત્રણ ફેકટરીઓ ઝડપાઇ 4106 કિગ્રા બરફી અને 547 કિગ્રા સફેદ પાવડરનો જથ્થો જપ્ત

-ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વલાદ,ફિરોજપુર અને જેઠીપુરા ગામમાં દરોડા

 

ગાંધીનગર નજીક નકલી માવો બનાવતી ફેકટરીઓ ઝડપાઇ છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વલાદ ગામમાં ચાલતી સાંઈ પ્રોડક્ટ્સ તથા જય માં કૈયલાદેવી મિલ્ક ફુડ પ્રોડક્ટ્સ નામની બે ફેક્ટરી, તથા ફિરોજપુર ગામની માં રહાનવાલી મિલ્ક ફુડ પ્રોડક્ટ્સ કંપનીમાં રેડ કરી હતી  દરમિયાન 4106 કિગ્રા બરફી અને 547 કિગ્રા સફેદ પાવડરનો જથ્થો જપ્ત કરાયો

ગાંધીનગરની નજીકમાં આવેલા બે ગામડામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા આજે રેડ પાડવામાં આવી હતી. જેમાં ડુપ્લીટેક માવો બનાવતી વલાદ ગામમાંથી બે અને જેઠીપુરા ગામમાંથી એક ફેક્ટરી ઝડપાઈ હતી. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને અનુલક્ષીને મોટા પ્રમાણમાં માવો બનાવાતો હતો અને અમદાવાદમાં સપ્લાય કરવામાં આવતો હોવાનિ પ્રાથમિક વિગતો જાણવા મળી છે

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રેડ દરમિયાન જાણવા મળ્યું કે, અહીં હલકી ગુણવત્તા ધરાવતા પાવડરમાંથી માવો બનાવવામાં આવતો હતો. અહીંથી પકડાયેલો પાઉડર પ્રાથમિક દૃષ્ટિએ ટેલકમ પાઉડર હોવાનું જાણવા મળ્યું છે. વિભાગ દ્વારા નમૂના એક્ઠા કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે

(10:55 pm IST)