Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કોલેજમાં પ્રવેશ આપ્યા બાદ કેન્સલ કરી દેવાતા વિદ્યાર્થીઓનો વિરોધ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિર્ણંય સામે રોષ : કુલપતિના કાર્યાલય બહાર વિરોધ કરાયો

સુરત :કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપયા બાદ કેન્સલ કરી દેવાતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેજ મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો  વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં પ્રવેશ અપાયા બાદ રદ કરી દેવાના યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિના કાર્યાલયની બહાર બેસી તેમજ કુલસચિવના કાર્યાલયની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો.
   વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ઓનલાઇન એડમિશન સિસ્ટમનો સૈથી પહેલાતો સમગ્ર રાજયની યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ દ્વારા સરાહના કરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયા સમયસર પૂર્ણ પણ થઇ ગઇ હતી. પરંતુ 300 જેટટા વિદ્યાર્થીઓએ એક મહિના સુધી કોલેજોમાં અભ્યાસ કર્યા બાદ તેમને કહી દેવામાં આવ્યું હતું કે તમારા પ્રવેશ અમાન્ય છે. જેથી એ તમામ વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

(10:24 pm IST)