Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

હવે સરકારી શાળાઓમાં ગુણોત્સવને બદલે એક્રેડિટેશન પધ્ધતિ અમલી બનશે.

ગાંધીનગર : રાજ્યમાં હવે સરકારી શાળાઓમાં ગુણોત્સવને બદલે એક્રેડિટેશન પધ્ધતિ અમલી બનશે. છેલ્લા નવ વર્ષથી રાજ્યમાં ગુણોત્સવ પધ્ધતિ દાખલ કરાઇ છે. જેમાં મોટાભાગે મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ દર વર્ષે સરકારી શાળાઓમાં વિઝીટ કરીને બાળકોને કેટલુ આવડે છે તેનુ જાત નિરીક્શણ કરીને મૂલ્યાંકન કરતા હતા. અને મોટાભાગે ગુણોત્સવ ના પરિણામોમાં સરકારની 85 ટકા શાળાઓને એ ગ્રેડ મળતો હતો. રંતુ, આ મૂલ્યાંકન કયાંક ઉતાવળીયુ,અધુરુ અને સત્યથી વેગળુ હોવાની કબૂલાત શિક્ષણ સચિવ વિનોદ રાવે કરી છે. અને એટલેજ હવે રાજ્યમાં ગુણોત્સતવ રદ કરીને એક્રેડીટેશન પધ્ધતિ દાખલ થશે.
   સરકારી શાળાઓમાં ખરેખર બાળકો કેટલું શીખે છે. શિક્શકો બાળકો પર કેવુ ધ્યાન આપે છે તેના મૂલ્યાંકન માટે જે-તે સમયે ગુણોત્સવ પ્રથા અમલમાં આવી હતી. પરંતુ, પછી ધીમે-ધીમે એવુ બનતુ ગયુકે વરસના વચલા દિવસે શાળાઓમાં ભણતર મૂલ્યાંકન મામલે મહેમાન બનનાર મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ દબાણ વશ વધુને વધુ માર્કસ આપતા ગયા  જેને લઇને રાજ્યની 85 ટકા શાળાઓનુ મૂલ્યાંકન ઉચું દેખાતુ પરંતુ, સરવાળે બાળક આઠમાં ધોરણમાં હોય તોય એને લખતા વાંચતા ન આવડતુ હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે

ગુણોત્સવને બદલે હવે રાજ્યમાં એક્રેડિટેશન પધ્ધતિ અમલી બનશે. મૂળ આ એક્રેડિટેશન પધ્ધતિ લંડનની શાળાઓમાં અસરકારક સાબિત થઇ છે. અને એજ પધ્ધતિ હવે ગુજરાતમાં દાખલ કરીને ગુજરાતને રોલ મોડેલ બનાવવાની દિશામાં રાજ્યના શિક્ષણ વિભાગે કદમ માંડયા છે. શિક્ષણ સચિવ વિનોદ રાવના મતે મૂલ્યાંકન એ વરસમાં એક વાર થતી પ્રક્રિયા નહીં પરંતુ વરસ દરમ્યાન સતત ચાલતી નિરંતર પ્રક્રિયા હોવી જોઇયે અને હવે એજ થશે

(10:19 pm IST)