Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

પેસ્ટીસાઈડ્સને તીતાંજલિ આપવી પડશે :પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની આવક બમણી થશે : ડો,ભરત પટેલ

15 વર્ષ પહેલા ગુજરાતમાં એક જ કેન્સર હોસ્પિટલ હતી. આજે એકલા અમદાવાદમાં 11 કેન્સર હોસ્પિટલ

ગાંધીનગર :  ભાગદોડ ભરી જિંદગીમાં અને ખાણીપીણીની કૂટેવોને કારણે કેન્સરનો રોગે અનેક લોકોની જિંદગી છિનવી રહ્યો છે. ત્યારે એગ્રી એશિયા ટેક પ્રદર્શનમાં સામવેદ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર ભરત પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહ્વાન કર્યું છે.

  ડો. ભરત પટેલે જણાવ્યું કે ખેડૂતોએ પેસ્ટિસાઇડ્સને તિલાંજલિ આપવી પડશે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની આવક બમણી થશે. આજથી 15 વર્ષ પહેલા ગુજરાતમાં એક જ કેન્સર હોસ્પિટલ હતી. આજે એકલા અમદાવાદમાં 11 કેન્સર હોસ્પિટલ છે. જૈવિક અને ઓર્ગેનિક તરફ જો ખેડૂતો ન વળ્યા તો વર્ષ 2030 સુધીમાં ભારત સહિત દુનિયાના દેશોનું 30 ટકા બજેટ ફક્ત કેન્સર હોસ્પિટલ અને કેન્સરના દર્દીઓની સારવારમાં જશે.

(9:49 pm IST)