Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રેડબુલ આર૧વી૧આર રન્સ લોકપ્રિય ઇસ્પોર્ટસ

સુપરસ્ટારને બહાર લાવવા શોધ

અમદાવાદ, તા.૬ : ૨૦૧૮માં સફળતાપૂર્વક પ્રારંભ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ઇસ્પોર્ટ્સ ઇવન્ટ રેડ બુલ આર૧વી૧આર રન્સ ભારત પરત ફરવા માટે સજ્જ છે. આર૧વી૧આર રન્સ વિશ્વની સૌથી લોકપ્રિય ઇસ્પોર્ટ્સ રમત ડોટા-૨ને વધુ તીવ્રતા અને રોમાંચક સ્પર્ધા સાથે વ્યૂહાત્મક ટીમ આધારિત રમતને બદલાવીને વધુ રોમાંચક બનાવે છે. ટૂંકા ગાળાની, વધુ એકશનથી સજ્જ મેચ એવી રેડ બુલ આર૧વી૧આર રન્સ સ્પર્ધા માટે યોગ્ય સામગ્રી લાવે છે જે ખેલાડીઓ અને દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. અમદાવાદ સહિત ૨૦ શહેરોમાં ઓનલાઇન અને ઓફલાઇન કવોલિફાયર ઇવેન્ટ યોજાશે અને છેલ્લે ફાઇનલ યોજાશે. પાછલા વર્ષે મુંબઇના સાહીલ માઇક્રો વિરાડીયા રેડબુલની આર૧વી૧આર રન્સની નેશનલ ફાઇનલમાં દેશમાં શ્રેષ્ઠ ડોટા-૨ ખેલાડી તરીકે ઊભરી આવ્યો હતો. ચાલુ વર્ષે દેશભરના રમતવીરોને ક્વોલિફાયર્સના વિસ્તરિત શિડ્યૂલમાં સ્પર્ધા કરવાની તક છે.

           તા.૩જી સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ શિડ્યૂલમાં ખેલાડીઓ ઓનલાઇન ક્વોલિફાયર્સ તેમજફલાઇન ક્વોલિફાયીંગ ઇવન્ટમાં ભાગ લઇ શકે છે જે ભારતભરમાં ૨૦ શહેરોમાં સ્થાન લેશે. જેમાં મુંબઇ, પૂણે, બેંગાલુરુ, હૈદરાબાદ, જયપુર, દહેરાદૂન, નાસિક, અમદાવાદા, ઇન્દોર, ચેન્નઇ, ગોવા, પોન્ડીચેરી, મેંગલોર, સિલ્ચાર, ભુવનેશ્વર, કોલકાતા, ગુવાહાટી, જલંધર, લખનૌ અને દિલ્હીનો સમાવેશ થાય છે. રેડ બુલ આર૧વી૧આર રન્સની નેશનલ ફાઇનલમાં વિજેતા થનારને ધી ઇન્ટરનેશનલ ૨૦૧૮ની વિજેતા ટીમ ઓજીના એક સભ્યને મળવાની તક મળશે, જે વિશ્વની સૌથી મોટી, અત્યંત આકર્ષક અને અત્યંત તીવ્રતાથી રમવામાં આવતી ઇસ્પોર્ટ્સ સ્પર્ધા છે. રેડ બુલ આર૧વી૧આર રન્સના ભારતીય ચેમ્પીયન જીવનમાં એક વખત પ્રાપ્ત થતી આ તક માટેના પ્રવાસમાં કરેલ તમામ ખર્ચાઓ પરત મેળવશે. ભારતની અગ્રણી ઇસ્પોર્ટ્સ કંનપી નોડવિન ગેઇમીંગ, રેડ બુલ સાથે ફરી એક વખત ભાગીદારી કરશે અને આર૧વી૧આર રન્સને દેશભરના વધુ મોટા પ્રેક્ષકગણ સુધી લઇ જશે. આર૧વી૧આર રન્સ અતુલ્ય લોકપ્રિયતા ધરાવતી ડોટા-૨ રમતનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ વ્યક્ત કરે છે.

(9:33 pm IST)