Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગુજરાતમાં ગ્રીન એન્ડ ક્લીન ઉર્જા, જળબચાવ યોજના અને પ્રદૂપણમુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત

સીએમ રૂપાણી ફક્ત વિકાસ કરવામાં જ નહીં પરંતુ પ્રત્યેક ગુજરાતીને સુખી-સંપન્ન બનાવવામાં પણ કટિબદ્ધ: પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા રૂપાણી સરકાર અભિયાન ચલાવશે

અમદાવાદ :દાયકાઓથી વેપાર ઉદ્યોગોમાં અવ્વલ ગણાતી ગુજરાતી પ્રજા શારીરીક સૌષ્ઠવ પ્રત્યે બેદરકારી દાખવે છે. ઉપરાંત બેઠાડા જીવનનાં કારણે અનેક રોગોનો ઝડપભેર શિકાર બને છે. વિકાસનું પર્યાય બની ગયેલા ગુજરાતી લોકો માત્ર વેપાર ઉદ્યોગોની સાથે ‘હેપીનેશ’ એટલે કે તમામ ક્ષેત્રે આનંદમય ‘સુખી -સંપન્ન’ બને તે માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે કમર કસી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં સ્વસ્થ-સુરક્ષિત વાતાવરણ ઉભું કરીને ગુજરાતીઓના ‘હેપીનેશ ઈન્ડેકસ’માં વધારો કરવાનું લક્ષ્ય સેવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અસરકારક અને નિર્ણાયક સરકારે રાજ્યમાં સ્વસ્થ-સુરક્ષિત વાતાવરણ ઉભું કરીને લોકોના સુખની અનુક્રમણિકામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રીન એન્ડ ક્લીન ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપીને તથા જળ બચાવ પ્રોજેક્ટ્સને લાગુ કરીને તેમજ પ્રદૂષણ મુક્ત પરિવહનને અગ્રતા આપીને અને પ્લાસ્ટિકના ઉપયોગ સામે સતત અભિયાન ચલાવવાની નિર્ણય લીધો છે

 . ગુજરાતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે એક ખાસ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવશે. પ્રકૃતિની સાથે રહીને ગુજરાતને ડેવલોપ કરવાની નીતિ રૂપાણી સરકારે અપનાવી છે. ઓર્ગેનિક બાદ હવે રૂપાણી સરકારે પ્રાકૃતિક કૃષિ તરફ જૂકવાની તૈયારી દર્શાવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮૦૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે જેમાં કોઇપણ પ્રકારનો ખર્ચ થતો નથી. કોઇપણ વસ્તુ બહારથી લાવી પડતી નથી અને આનાથી લોકોની સુખાકારીમાં પણ વધારો થાય છે.

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત વ્યવસ્થિત આયોજન દ્વારા જૈવિક ખેતીનો ફેલાવો વધારવા માટે કટિબદ્ધ છે. આપણું રાજ્ય કૃષિ ક્ષેત્રમાં દ્વિ-અંક વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. ખેતીને ટકાઉ વિકાસ થાય તે માટે સરકાર હવે સેન્દ્રિય ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખે છે. રૂપાણી સરકાર લોકોની સુખાકારી માટે એક પછી એક નિર્ણય લઈ રહી છે. લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વ્યાપક જળસંચય અભિયાન ચલાવવામાં આવ્યું છે અને લોકઉપયોગી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતીઓની સુખાકારીમાં અને સમુદ્ધિમાં વધારો થાય તે માટે રૂપાણી સરકારે કટીબદ્ધતા વ્યક્ત કરી છે એ ખૂબ જ પ્રશંસનીય બાબત કહી શકાય.

(8:45 pm IST)