Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના કેશરપુરા ગામે ગણેશ વિસર્જન વખતે નદીના પાણીમાં 7 લોકો ડૂબ્યા : 2ની લાશ મળી : 1 ને બચાવી લેવાયો : બાકી લાપતા લોકોની સઘન શોધખોળ શરુ કરાઈ : પંથકમાં ફેલાઈ અરેરાટી

કેશરપુરા : બાયડ તાલુકામાં ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. બાયડના પુર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ થતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તરવૈયાઓ દ્વારા નદીમાં શોધખોળ કરાતા બે લોકોની લાશ મળી આવી હતી અને એક વ્યકિતને જીવીત બહાર નિકાળવામાં આવ્યો હતો.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના કેશરપુરા ગામના ૭ ઇસમો વાત્રક નદીમાં ડૂબ્યા છે. ઘટનાની વિગત મુજબ ગણેશ વિસર્જન દરમ્યાન અચાનક સાતેય યુવાનો વાત્રકમાં તણાતા લોકોએ બુમાબુમ કરી હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે યુવાનની લાશ બહાર નીકાળી છે. અન્ય એક ઇસમને પણ બહાર નીકાળી બીજા વ્યકિતઓની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.

(7:17 pm IST)