Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ખેડા જિલ્લાના રધવાણજ નજીક બે જુદા-જુદા ગમખ્વાર અકસ્માત: ચારને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: જિલ્લાના રધવાણજ તેમજ કરોલી નજીક સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના રઘવાણજમાં રહેતાં સંજયભાઈ રાવજીભાઈ ઠાકોર રધવાણજ ટોલ પ્લાઝા ઉપર સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત મંગળવારના રોજ સંજયભાઈ ટોલપ્લાઝા પર ફરજ પર હતાં તે વખતે તેઓ ટોલ બુથ નં ૭ પાછળ ઉભા હતાં. ત્યારે અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી એક ટ્રક કન્ટેનર ગાડી ન.ં એચઆર-૬૭, બી-૫૫૨૪ના ચાલક પોતાની ટ્રકને ફાસ્ટેગ લાઈનમાંથી લઈ ગયો હતો અને ટોલ બુથ નજીક ઉભેલા સંજયભાઈને ટક્કર મારી ટ્રક ચાલક પોતાની ટ્રક લઈ ભાગી છુટ્યો હતો. આ અકસ્માતમાં સંજયભાઈ રાવજીભાઈ ઠાકોરને શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવ સ્થળે ટોલ પ્લાઝા પર હાજર કર્મચારીઓએ ઘવાયેલા સંજયભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. આ બનાવ અંગે રધવાણજ ટોલ પ્લાઝાના સીક્યુરીટી ફિલ્ડ ઓફિસર હિતેશભાઈ ઉર્ફે લાલભાઈ પટેલે માતર પોલીસમથકમાં ફરીયાદ આપતાં પોલીસે ટ્રક કન્ટેનર ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:49 pm IST)