Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઠાસરામાં હોસ્પિટલમાં ડોકટરો વગર દર્દીઓની હાલત કફોડી: સારવાર ન મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

ઠાસરા:શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલ ડૉકટર વગર સુમશાન ભાસી રહી છે.ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગામડાના લોકો અહી આરોગ્ય સારવાર માટે આવતા હોય છે.૩ ડૉકટરોની સામે ફક્ત ૧ ડૉકટર હતા.અને તે પણ છેલ્લા ત્રણ -ચાર દિવસોથી બાજર  ન હોવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઠાસરા શહેર તાલુકા મથક હોવાના કારણે વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે.તેમજ નજીકમાં આવેલ ગળતેશ્વર તાલુકાના ૧૦ થી વધુ ગામોના લોકો અહી વિવિધ કામ-કાજ અર્થે આવે છે.શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ ડૉકટર વગરની બની છે.તેમજ નજીક થી પસાર થતો અમદાવાદ-ઇન્દોર એકસપ્રેસ હાઇવે હોવાના કારણે અવાર-નવાર અકસ્મતોની વણઝાર જોવા મળે છે.અકસ્માતમાં ઘાયલ થયેલા અથવા મૃત્યુ પામેલા લોકોને સરકારી દવાખાને લાવવામાં આવે છે.

(5:46 pm IST)