Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સુરત: જીએસટી વિભાગની ટીમે ટ્રાન્સપોર્ટ તરફથી ઈ-વે બિલની તપાસ હાથ ધરતા કાપડના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા: ચિંતામાં થયો વધારો

સુરત: શહેરમાં જીએસટી વિભાગની ટીમ હાઈવે અને રાજ્યની સરહદો ઉપર ટ્રકો અટકાવીને ઇ-વે બિલની તપાસ કરતી હોવાથી, ટેક્સ્ટાઇલ ગુડસના ટ્રાન્સપોર્ટરોએ હવે પાર્સલો સાથે ઇ-વે બિલ ફરજિયાત ઈચ્છી રહ્યા છે. રૃા.50 હજારથી ઓછી કિંમતના પાર્સલો માટે પણ ઇ-વે બિલ જરૃરી હોવાનું જણાવવામાં આવ્યું હોવાથી ટ્રાન્સપોર્ટર્સ વેપારીઓ પાસે ઇ-વે બિલની ઉઘરાણી કરી રહ્યા છે. વેપારીઓની ચિંતા આથી વધી ગઈ છે.

શહેરના એક ટ્રાન્સપોર્ટર્સે વાતચીત દરમિયાન જણાવ્યું કે, રસ્તામાં ચેકિંગ દરમિયાન જીએસટી વિભાગની ટીમ પાર્સલોના એક-એક ડોક્યુમેન્ટ ચકાસી રહી છે. રૃપિયા ૫૦ હજારથી ઓછી કિંમતના પાર્સલ માટે ઇ-વે બિલ  ફરજિયાત નહીં હોવાનું જણાવવામાં આવે છે તેમ છતાં તેઓ એ સર્ક્યુલર હવે જૂનો થઈ ગયો છે એવો જવાબ આપીને એકેએક પાર્સલ માટે ડોક્યુમેન્ટ માંગી રહ્યા છે.

(5:46 pm IST)