Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વડોદરાના એમ.જી.રોડ પર દુકાન નજીકથી 6 ફૂટ લાંબો સાપ નીકળતા દોડધામ મચી જવા પામી: રેસ્ક્યુ કરીને ભારે જહેમત બાદ સાપને પકડવામાં આવ્યો

વડોદરા: શહેરના એમ.જી.રોડ પર થોડા સમય પહેલાં ચોકસીની દુકાન પાસે સાપ નીકળતાં મચેલી ભાગદોડના બનાવ બાદ આજે રાજમહેલ રોડ ઉપર ભારે અવરજવર વચ્ચે છ ફૂટના સાપના કારણે નાસભાગ મચી હતી.

રાજમહેલ રોડ પર ઇલેકટ્રોનિક્સની દુકાનના સામાનમાં એક ખોખા પાસે સાપ દેખાતાં બૂમરાણ મચી હતી.આ સાથે  નાસભાગના દ્શ્યો સર્જાયા હતા. સાપ એક ખાડા પાસે છુપાઇ ગયો હતો અને તે દરમિયાન જીવદયા સંસ્થાના કાર્યકરો આવી જતાં સાપને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો.

(5:44 pm IST)