Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વડોદરા: ટ્રાફિકથી ધમધમતા માંડવી રોડ પર રીક્ષા ચાલકની દાદાગીરી: આડેધડ પાર્ક કરવાથી વાહન ચાલકોને હાલાકી

વડોદરા:ટ્રાફિકથી સતત ધમધમતા માંડવી રોડ પર રિક્ષાચાલકોની દાદાગીરી પણ ભારે હોય છે. રિક્ષાઓ આડેધડ પાર્ક કરવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગઇકાલે બપોરે આડેધડ પાર્ક કરેલી એક રિક્ષાના ચાલકને ટ્રાફિક પોલીસના જવાને રોકતા ચાલકે ભારે હંગામો મચાવતા ટ્રાફિકને અસર પહોંચી હતી. પોલીસે બાદમાં આ રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ રાયસિંગ સાથી પોલીસના જવાનો સાથે માંડવી સર્કલ પાસે બપોરે ફરજ બજાવતા હતા ત્યારે એક રિક્ષાચાલકે આવીને બાજૂમાં રિક્ષા ઉભી રાખતા શૈલેષભાઇએ રિક્ષા હટાવવા માટે કહ્યું  હતું પરંતુ રિક્ષા હટાવવાના બદલે ચાલકે ઝઘડો શરૃ કર્યો  હતો અને ટ્રાફિક જવાનને ધમકી આપી અપશબ્દો જાહેરમાં બોલવાનું શરૃ કર્યું  હતું.

(5:44 pm IST)